લોકપ્રિય પોસ્ટ્સ

ગુરુવાર, 22 ડિસેમ્બર, 2011

અભિનંદન ,ડો.મોહનભાઈ !


 



સાહિત્ય અકાદમીનો  ગુજરાતી ભાષા માટેનો વર્ષ ૨૦૧૧નો એવોર્ડ ગઈ કાલે ‘અંચળો'  વાર્તાસંગ્રહ માટે ડો.મોહન પરમારને મળે છે એવી જાહેરાત થઈ છે.
મોહન પરમાર ગુજરાતીના અગ્રણી લેખક છે. જન્મ ૧૫ માર્ચ,૧૯૪૮ , ભાસરિયા, જી.મહેસાણા, દલિત પરિવારમાં. ગુજરાતી વિષય સાથે પી.એચ.ડી.
  • વાર્તાસંગ્રહકોલાહલ, નકલંક, કુમ્ભી, પોઠ
  • નવલકથાભેખડ, વિક્રીયા, કાળગ્રસ્ત, પ્રાપ્તિ, નેળિયું, પ્રિયતમા, અષ્ટફળ, દયા પશાની વાડી, લુપ્તવેધ
  • નાટકબહિષ્કાર
  • વિવેચન- સંવિત્તિ. અણસાર
  • સંપાદનગુજરાતી દલિત વાર્તા
ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે અનેક અગત્યના પારિતોષિકો પ્રાપ્ત થયાં છે. ગુજરાતી સાહિત્ય પરિષદની પત્રિકા ‘પરબ’નાં સહતંત્રી .અગાઉ ‘હયાતી’ના તંત્રી (હરીશ મંગલમ સાથે).
હમણાં  ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાનના પ્રમુખ.
સંપર્ક: એ/૨૨૫, પરિમલ સોસાયટી, કીર્તિધામ તીર્થની પાછળ, ચાંદખેડા, અમદાવાદ- 382 424
મોબાઈલ:૯૬૬૨૯૮૬૫૮૫

મોહન પરમાર ગુજરાતીના અગ્રણી લેખક છે. જન્મ ૧૫ માર્ચ,૧૯૪૮ , ભાસરિયા, જી.મહેસાણા, દલિત પરિવારમાં.ગુજરાતી વિષય સાથે પી.એચ.ડી.
  • વાર્તાસંગ્રહકોલાહલ, નકલંક, કુમ્ભી, પોઠ
  • નવલકથાભેખડ, વિક્રીયા, કાળગ્રસ્ત, પ્રાપ્તિ, નેળિયું, પ્રિયતમા, અષ્ટફળ, દયા પશાની વાડી, લુપ્તવેધ
  • નાટકબહિષ્કાર
  • વિવેચન- સંવિત્તિ. અણસાર
  • સંપાદનગુજરાતી દલિત વાર્તા
ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે અનેક અગત્યના પારિતોષિકો પ્રાપ્ત થયાં છે. ગુજરાતી સાહિત્ય પરિષદની પત્રિકા ‘પરબ’નાં સહતંત્રી .અગાઉ ‘હયાતી’ના તંત્રી (હરિશ મંગલમ સાથે).
હમણા ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાનના પ્રમુખ.
સંપર્ક: એ/૨૨૫, પરિમલ સોસાયટી, કીર્તિધામ તીર્થની પાછળ, ચાંદખેડા, અમદાવાદ- 382 424
મોબાઈલ: ૯૬૬૨૯૮૬૫૮૫

ગુરુવાર, 28 જુલાઈ, 2011

મંગળ રાઠોડ
























કોણ?

પશુની પીઠ પર દીધેલો
ડામ હવે તો-
પશુ બનીને હરેફરે છે
ને ચારે છે ઘાસ કૂણું કૂણું
-     એટલી જગ્યામાં હું
ઊગી શક્યો નહિક્યારેય...
એટલો અફસોસ મારો
ક્યારેક ઊગી નીકળે છે શબ્દોમાં !
ત્યારે મને લાગે છે કે-
ઘાસ જેટલું ય નથી
મારા શબ્દોનું મહત્વ.
ઘાસમાંથી બને છે દૂધ
અને પશુ પણ !
કોઈક નવું જન્મે છે કે તરત જ હું
દોડી જાઉં છું તેને જોવા,
તેની પીઠ પર  ડામ દેખાતો નથી
હરેક નવજાત પશુ આમ
મિટાવી દે છે ડામને !
ત્યારે જે આનંદ થાય છે...
જે આનંદ થાય છે...
કે હું જ ગેલ કરતો લાગુ છું મને
એટલી જ ક્ષણો મારા આનંદની
ઊગતાં ઘાસ જેવી કૂણી કૂણી
કોણ ચરી જાય છે? કોણ?


અમદાવાદ ૧૯૮૧


એ લોકોએ ગાંધીજીની આંખો પરપતા બંધી દીધા
અને આપણામાંના
કોક કોકને
થોડું થોડું દેખાતું હતુંતે સૌ અંધ થયા.
એ લોકોએ
ગાંધીજીના કાનમાં
રૂનાં પૂમડાં ખોસી દીધાં
અને આપણામાંનાકોક કોકને
જે કંઈ થોડું થોડું સંભળાતું હતું
તે સૌ કોઈ બધિર બન્યા.
એ લોકોએ
ગાંધીજીના મોઢામાં ડૂચો મારી દીધો
અને આપણામાંના
કોઈકને કંઇક સત્ય ઉચ્ચારવું હતું
તે મૂંગા મર્યા,
એ લોકો
કંગાળ હતા કે સમૃદ્ધ  હતા ?
એ લોકો
(તબીબી) વિદ્યાર્થી હતા કે હિંસાર્થી હતા?
એ લોકો
ક્રાંતિકારી હતા કે રૂઢીચુસ્ત હતા?
એ લોકો તેજસ્વી હતા કે મેદસ્વી હતા?
એક મૃત મહાત્માથી ગભરાતા –
એ લોકો કાયર હતા કે બહાદુર હતા?
એ લોકો
કેટલા ટકા સુવર્ણ હતા? કે પિત્તળ હતા?
એક અંધ, બધિર અને મૂક નગર
સદીઓ સુધી  હવે કરશે અગર મગર...!


મૌન છે મિત્રો !
 તે એક એવો શબ્દ છે
કે જેનો ઉચ્ચાર કરવા જતાં
ફાટીને થઇ જાય છે જીભનાં ચીંથરાં
અને રોકેટના
લોન્ચિંગ પેડની આસપાસ
ધુમાડામાં અમળાયા કરે છે
આપણું આ મૌન !
એમાંથી નીકળેલું
આ નગ્ન  સત્ય
પોતાના ઢાંકવા જેવાં અંગોને
બતાવતું ફરે છે
જાહેર માર્ગો પર
સાવ જ નંગ ધડંગ !
જેને જોયું ન જોયું કરીને જોઈ લેતી
કોઈ પતિવ્રતા કે
કુંવારી કન્યાનાં સપનાં જેવી
આપણી કવિતા પણ મૌન છે મિત્રો !