ચીસ
ના છંદ આવે છે.
ના અલંકાર આવે છે.
ના શબ્દોમાં અમારાં શૃંગાર બહાર આવે છે.
મોંઢા ખોલતાની સાથે
ચીસ પડાવતી કાળઝાળ કવિતા બહાર આવે છે.
ના અલંકાર આવે છે.
ના શબ્દોમાં અમારાં શૃંગાર બહાર આવે છે.
મોંઢા ખોલતાની સાથે
ચીસ પડાવતી કાળઝાળ કવિતા બહાર આવે છે.
ના ઘોઘરાઓમાંથી અમારાં મધુર રસ બહાર આવે છે.
સીધી જીભ હલે ને ભયંકર ગાળ બહાર આવે છે.
કચડાયેલી, ક્રોધિત કવિતાઓ હંમેશા
વ્યાકરણ વિનાની બહાર આવે છે.
સીધી જીભ હલે ને ભયંકર ગાળ બહાર આવે છે.
કચડાયેલી, ક્રોધિત કવિતાઓ હંમેશા
વ્યાકરણ વિનાની બહાર આવે છે.
ના તો ઝરમર વરસાદમાં પલળતી પ્રેમકવિતાઓ બહાર આવે છે.
ગળા ફાટેને તરત વર્ષોથી ખરા ઉનાળે ભર બપોરે ઉભી રાખેલી આગ બહાર આવે છે.
નો તો કપટી રુદન ન તો કુત્રિમ હાસ્ય બહાર આવે છે.
મોઢું ખોલીએને તરત નખુંરિયા ભરતી નાત બહાર આવે છે.
ગળા ફાટેને તરત વર્ષોથી ખરા ઉનાળે ભર બપોરે ઉભી રાખેલી આગ બહાર આવે છે.
નો તો કપટી રુદન ન તો કુત્રિમ હાસ્ય બહાર આવે છે.
મોઢું ખોલીએને તરત નખુંરિયા ભરતી નાત બહાર આવે છે.
ન તો અમારા લખાણમાં ફૂલ,ફટાણા બહાર આવે છે. ન તો ઝરણાં ધોધ બહાર આવે છે.
સહેજ સહી છંટાયને ચગદાયેલા હાથમાં તેઝાબી તલવારો બહાર આવે છે.
જો ફૂંકાઈ આ નગર વચ્ચે તો
કબરો તોડી સીધા મડદાં બહાર આવે છે.
સહેજ સહી છંટાયને ચગદાયેલા હાથમાં તેઝાબી તલવારો બહાર આવે છે.
જો ફૂંકાઈ આ નગર વચ્ચે તો
કબરો તોડી સીધા મડદાં બહાર આવે છે.
ન અલંકાર આવે છે. ન છંદ આવે છે.
મોઢું ખોલતા સ્વરપેટી તોડી અટકાયેલો આક્રોશ બહાર આવે છે.
વિસ્ફોટક વાદળાં
આ વખતે જે પવન ફૂંકાવાનો છે.
તેનો પાવર તમારી પાટલૂનો પલાળી નાખવાનો છે.
તે ખેંચી લાવશે અમારી,
વેદનાઓથી ઉતપન્ન થયેલા વિસ્ફોટક વાદળાંઓને.
તેનો વેગ વખોડી નાખશે તમારાં વિકૃત વિચારોને.
દબાયેલી, કચડાયેલી, શોષિત, માર ખાધેલી પ્રજાની
પુકારો, ચીસો, લલકારો ફાડી નાખશે
એ દમનકારી તત્વોની પૃથ્વીનાં કર્ણપટલને
આચારેલાં અત્યાચારોમાં જો સહેજ પણ ઉણપ ન હતી,
તો તેની સામે ઉતપન્ન થયેલા આક્રોશમાં પણ ઉણપ રહેવાની નથી.
આ અમારાં અવાજોમાંથી નીકળતી આગ,
આ અમારી સ્વરપેટીઓમાં પડેલાં ફોલ્લા જ
અમારાં વિચારોને વાચા આપશે.
અમારી નસોમાં ધમધમતું ક્રોધિત કાળું લોહી
અને એની અંદર ભભૂકી રહેલો આક્રોશ ઉડાડી દેશે
અસમાનતાની ઊંચાઈઓને,
એનો એક અંશ પણ ફૂટશે જ્યારે તમારી વચ્ચે,
તેમાંથી ઉડતો લાવા રસ ત્યારે
દમનકારી દાનવોનો દાટ વાળી દેશે.
આ વખતે જે પવન ફૂંકાયો છે.
તેનો પાવર તમારી પાટલૂનો પલાળી નાખવાનો છે.
વિદ્યુત આક્રોશ
આ અમારી બંધ મુઠ્ઠીઓમાં કાંકરા નહીં હોય આ મુઠ્ઠીઓ તાકાત ધરાવે છે પહાડો મચેડી નાખવાની, ઇતિહાસ પણ વાગોળતા અચકાશે નહીં તે ઘટનાઓ, જે સમયસર ઉત્પન્ન કરે છે ધરતી, દશરથ માંઝીઓને આ કંઇ ક્ષણભર ઉત્પન્ન કરાયેલી કલ્પનાઓ નથી. કે નથી અવાસ્તવિકતાઓ આતો સતત આચરેલા અત્યાચારોથી ઉત્પન્ન થયેલો વિદ્યુત આક્રોશ છે, કે જેનો એક સ્પર્શ હલાવી નાંખશે તમારી ચણાયેલી કચકડાની ઇમારતોને... તોડી નાખશે ટેકરે આવેલા તમારાં સોનેરી બંગલાઓને... એ લલકાર સામાન્ય નહીં હોય તે સર્જશે ભૂકંપ ઇતિહાસમાં અને રચશે સમાનતાના પાયા પર બુલંદ સ્તંભો... જ્યારે તેઓ તમારાં ખુલ્લા હાથના કાપા-કરચલીઓ જોઈ આનંદ લેતાં હોય ત્યારે ત્યારે ઇંતેજાર માત્ર બંધ મુઠ્ઠીઓ આપમેળે ઉભી થવાનો ખુલ્લા હાથે તમે નહીં ઉખાડી શકો ઇતિહાસનું માંસ જરૂર છે હાથ બંધ મુઠ્ઠીઓ ઉભી કરી જંગ બ્યુગલો વગાડવાની... -અપૂર્વ અમીન 'આક્રોશ'
શ્વાસ આંદોલનોનો
દલિત ઘરોમાંથી નીકળતા
અગરબત્તીના ધુમાડા કરતા
શુદ્ધ અને તંદુરસ્ત હૂંફ ભર્યો
આંદોલનોમાં ભળભળ બળતાં ટાયરોનો ધુમાડો છે.
જે તમારી વેદનાઓને વાદળાંઓ સુધી તો પહોંચાડે છે.
તેમના નીવેજોમાં પીવતા સૂકા નાળિયેરનાં પાણી સામાન્ય નથીં.
તે એવું એંઠું પાણી છે
જે એટલી જ સહજતાથી રેડાય જાય છે
દલિત આંદોલનો, સંમેલનો, સમાજ-જાગૃતિ કાર્યક્રમો પર..
આ રોજ સાંજે સાત વાગે સંભળાતી આરતીઓની ધૂન
સામાન્ય નથીં.
આ ધૂન તેમની વેદના અને અસંખ્ય અત્યાચારોથી
તેમનામાં ઉત્પન્ન થયેલા આક્રોશને
લાફો મારી સાઈડમાં બેસાડી દે છે.
આ કંકુમાં ડૂબાડેલો તેમનો ખરબચડો અંગુઠો
સામાન્ય નથી.
તેના પર ચોંટેલું કંકુ
તેમનામાં ઉકળતાં લોહીની ઉણપ દર્શાવે છે.
આ એમની ડેરીઓએ ફૂટતા સૂકા નાળિયેર
ક્યાંક યાદ અપાવે છે આંદોલનોમાં લાઠીચાર્જ ફૂટેલા માથાઓની...
સતત આ વાગતી ઘંટડીઓ
ક્યાંક દબાવી રહી છે. તેમની મદદની ચીકારીઓ અને ઇન્સાફની પુકારોને...
દલિતોના આ લોહીને જે રીતે ખોબા ભરી ભરીને પીવામાં આવ્યું છે.
તે કદાચ એટલું ક્રૂર નહીં હોય
કે આજે દલિતો તેમની ગુલામીની રક્તચોંટેલી સાંકળોને પૂજવા મજબૂર છે.
આ બધાં ટોટકાઓ વચ્ચે
એક પ્રશ્ન ફરીથી ઉભો થાય છે કે
દલિતોના આ હોમ હવનના ધુમાડામાં
ક્યાંક રૂંધાઇ તો નથી રહ્યો શ્વાસ આંદોલનનો...
આ ટોળાનો ઇતિહાસ ભયંકર છે
ચાલો લખીએ લાલ લોહીથી
ઇતિહાસ આ ભયંકર અભડાટનો
વાત એ ટોળાની થઈ રહી છે
જેણે કાઢી છે જાનો
હેલ્મેટો પહેરી
આ ટોળાનો ઇતિહાસ ભયંકર છે.
જેને દાઝ ન ચઢી
ધકેલાતા હાંસિયે
જેને શરમ ન આવી
ઊંચકતા માથે મડદા
જે માર્યા ગયા મનુની કલમના ગોદે
વખત હવે એ કલમને મચેડીને માંસ કાઢવાનો
આંગળીઓમાં છે.
હવે એ ટોળાના ન્યાય અપાવવા કલમો
અમારી રક્તથી ભરેલી છે.
આતો જાતજાતની જાતનો ઇતિહાસ ભયંકર છે.
એક એક અંશ આનો ભડકે બાળશે વર્તમાન
એનો લલકાર ભયંકર છે.
અકળાશે નહીં આતો આક્રોશનો ઓડકાર ભયંકર છે.
લીમડે બાંધી મનુને ઊંધો મોમાં મૂત્રની ધાર થશે.
સહેજ ગયો ઊંડોને ઓડકાર અથડાશે
અસમાનતાઓ સાથે તેનો સહકાર ભયંકર છે.
ઘણી લાવશે હજુ ત્સુનામી ક્રાંતિઓની
આ ટોળાનો ઇતિહાસ ભયંકર છે.
ઉર્જા બૉમ્બ
ઊંઘ એટલી ઊંડી છે કે,
અમારા ધારદાર, અણીદાર અક્ષરોથી ઉડવાની નથી.
કે નથી ઉડવાની અમારી ક્રોધિત કવિતાઓનો કકળાટથી...
પણ કવિતાઓ તો પ્રથમથી મોખરે રહી છે.
તમારી લકવાખોર સ્વરપેટીઓમાં લીસોટા પાડવા..
તેઓ તેમનાં બાળ-બચ્ચા સુવડાવવા ગાય છે.
અને અમે અમારા ક્રાંતિદરિયાને જગાડવા ને બેઠાં કરવા
પણ આ વખતે અમારાં શાબ્દિક ચાબખા
તમારા શુષ્ક રૂંવાટા ઊંચા ન કરી શકે
કદાચ આ વખતે અમારા શબ્દોની ઝણઝણાટી યાદ ન કરાવી શકી
તમને ઊંચાઓ દ્વારા તમારી પીઠ ફટકારેલા ચાબુકના સોળ
તમે અલમસ્ત છો માર ખાઈ, વૈતરું કરી, વાળું લઈ
ગલીઓમાં વાસ લઈ દારૂની સહન કરી
ચાલીઓના ઝઘડા, કંકાસ અને મારઝૂડ
તમને હજુ ય લાગશે કે અમારા અગ્નિકૃત અક્ષરો
તમારા આંતરડામાં પડેલાં ઓઈલને દોડતું કરવાનાં નથી.
અમારા વિસ્ફોટક વાક્યો તમારા સૃષુપ્ત અવસ્થામાં પડેલાં
સડી ગયેલાં શરીરોને હચમચાવવાના નથી.
પણ અમે પણ હાર માનવના નથી.
આ શબ્દો આગ નથી
આતો તણખલાં છે.
જે પ્રજળેછે ધીરે ધીરે અને અંતે કરે છે આક્રોશ ધડાકો
અમે ન હાર્યા હતા ન હારીશું,
લડીશું ને જીતીશું
પડતી છેલ્લી બૂંદે રક્તની,
અમારી અંગારમય વાણી તમને ઝકઝોરવા
છેક સુધી ફફડતી રહેશે.
ભલે જીભ કપાય
કે કાન કાણાં થાય
અમે કપાયેલી જીભે,
બંધ મોઢે,
વગર હાંકોટે
તમારામાં ઉર્જા બૉમ્બ પૂરાં પાડીશું
નખુંરિયા
મારો પટ્ટા પાઈપો
હજુ હન્ટરો ફટકારો
છોતરે છોતરા કાઢી નાંખો અમારાં
અમને ડામ દઈ મીઠું ભભરાવો
બાંધીને ઢસડી ઢસડી મારો
અમારા ચામડાં ફાડી નાખો
અરે તમારાં મુત્તરના છેલ્લાં ટીપાં સુધી મારો
અરે અમને મારી નાખો
જો ભૂલથી અમે બચી ગયા
તો પરિણામ બદલાઈ જશે.
બદલાયેલું પરિણામ તમારાં ફેફસાં ફાડી નાખશે.
તમારાં ભવિષ્યના મનુઓને
અમારી આવનારી પેઢી પીપળે ઊંધો નાગો લટકાવી ફાટકારશે.
જ્યારે અમારી આવનારી પેઢી સિંહ ગર્જના ભરશે
ત્યારે તેના તેજાબી પરિણામો
તમારી આખે આખી નસ્લનું અસ્તિત્વ લુપ્ત કરી નાખશે.
જ્યારે અમારા અર્ધ નિંદ્રામાં રહેલા યુવાનોને
તેમના હાથમાં રહેલા સિંહનખનો એહસાસ થશે
ત્યારે તેનો એકધારો વિસ્ફોટ આગનું મોજું ફેરવશે.
એની કલ્પના માત્ર ભયાનક છે કે
તમારાં પગ વચ્ચેથી ફાડી આંતરડાઓની ટોટીઓથી કાઢી,
તમારી હોજરીઓમાં અમારી અઢી અઢી ઇંચની અઢીસો ગોળીઓ ભરાશે
તોય આ આક્રોશ અટકાશે નહી
ત્યારે બહું મોડું થઈ ગયું હશે..
ત્યારે બહું મોડું થઈ ગયું હશે.
રાપરમાં થયેલ દલિત અત્યાચારમાં મુકેશભાઈ વાણીયાને જાહેરમાં માર મારી વીડિયો બનાવ્યો હતો જે અસહ્ય મારથી તેમનું અવસાન થયુ હતું એ માનવ વસ્તીને હચમચવનારી ઘટનાના પડઘા રૂપેની એક રચના
અપૂર્વ અમીન
બી.એસ.સી.
વિદ્યાર્થી
મો.7201084956
79, ગણપત સોસાયટી શાહીબાગ અમદાવાદ 380004
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.