દેશવિદેશના સોદાગરો તેડાવું છું દર વર્ષે.
ગોચર,ગામ,ડુંગર,સાગર-
જે માગે તે આપું છું ,
આપું છું સુવર્ણ સાટે.
આ નદી કાંઠે ઊભેલા કળશ,
આ મંદિરનાં શિખર,
પેલો પતંગ,
આ કૂતરો,
પેલું સસલું,
આ ડોસાનાં ચશ્માં ,
પોતડીસામે પારની ઝૂંપડપટ્ટી ,
પેલું સંડાસ સાફ કરતી સીતાનો સાવરણો,
પેલા ભિખારીનું ભિક્ષાપાત્ર ,
આ બેકાર મિલમજૂરની સીટ વગરની સાયકલ ,
આ શિક્ષિત બેરોજગાર ગ્રેજ્યુએટનું સર્ટીફીકેટ,
સૌ સોનાનાં છે ,
સો ટચ સોનાનાં.
છે બધું સ્વર્ણિમ સ્વર્ણિમ
તું નાહકની શંકા સેવે છેઆ સુવર્ણમૃગની.
આ હરણ કોઈ અપહરણના ઈરાદે નથી ચાલતું.
ને હું કોઈ માયાવી નથીકે નથી કોઈ રાક્ષસરાજ.
તારી કાંચળી જ નહીં
મારે તો તને આખેઆખી કંચનવરણી કરી દેવી છે
શાંઘાઈ કે દુબઈ જેવી દિવ્યાંગના.
તું લક્ષ્મણના કુંડાળામાં ક્યાં લગી કથીર થઈને
બેસી રહીશ?
મારે તો તને ગ્લોબલ ગોડેસ
સ્વાતંત્ર્યસુંદરીથી પણ સુંદર બનાવવી છે
આ તારી સ્વર્ણિમ વર્ષગાંઠે.
હું તો તારો પાગલ પ્રેમી છું, પ્રિયે ગુર્જરી!
હું તો તારો પાગલ પ્રેમી છું, પ્રિયે ગુર્જરી!
જન્મ ર ડીસેમ્બર
૧૯૫૦. અગ્રણી દલિત સાહિત્યકાર, મુખ્યત્વે કવિ પર ઉપરાંત બળકટ આત્મકથન-સ્મરણ લેખક.અંગ્રેજી
સાહિત્યમાં પી.એચ.ડી.’સ્વમાન’ના તંત્રી. ગુજરાતી દલિત સાહિત્યનો દલપત ચૌહાણ અને
પ્રવીણ ગઢવી સાથે ‘કાળો સૂરજ’ દલિત કવિતાના ઋતુપત્ર આરંભ.’બહિષ્કૃત ફૂલો’
કવિતાસંગ્રહ(૨૦૦૬). બે અંગ્રેજી સંગ્રહો 'Burning from both the ends' (1980,
in English), and 'What did I do to be black and blue' (1987 in
English). બેંક ઓફિસર પદેથી
સેવાનિવૃત્ત.ફોન: 079-26821938, Cell: 09909264914.
e-mail: neerav50@yahoo.co.in
e-mail: neerav50@yahoo.co.in
thank you vankar saheb.
જવાબ આપોકાઢી નાખો