લોકપ્રિય પોસ્ટ્સ

ગુરુવાર, 2 જૂન, 2011

જયંતિ ચૌહાણ



પ્રભુ તને કેમ વિસરું?

પીપળાને
પૂર્વના તાણા
ગટરમાં જતાં જતાં
ઝાડુના ગળે વળગી પડ્યા
ને મારા તૂટેલા ખાટલાનાં પૂરાયાં કાણા,
પ્રભુ તને કેમ વિસરું ?

ઉતરેલા ધજાના ધજાગરા
ગરનાળાના ગોખમાંથી નીકળ્યા
ને મારી ફાટેલી ગોદડીના ગાભે ગૂંથાયા,
પ્રભુ, તને કેમ વિસરું ?
ચકલે ચગદાતા માટલામાં લીંબુ ને લાડુ
માટલાના કાંઠલાને કૂતરાએ કાઢ્યું
ને બન્યું મારું વાળુનું વાસણ,
પ્રભુ તને  કેમ વિસરું ?

હરિગુણ ગાતાંગાતાં
હું તો ઠેલું પોલાદી કચરાનો રથ
તારી રથયાત્રા હવે લાગી વ્યર્થ,
પ્રભુ તને કેમ વીસરું ?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.