જ્યોતિ બને જ્વાળા
વહેંચતાં તો વહેંચી દીધાં નદી ને નાળાં,
ચારે બાજુ પહેરો લગાવી ટીંગાડ્યા છે તાળાં.
બદલી શક્યા ના એ લોહીનો રંગ પરંતુ,
કોઈને કીધા ધોળા તો કોઈને કીધા કાળા.
ધર્મોનાં કરે ધતીંગો ને અધર્મીઓના અખાડા,
માણસ સામે માણસ કરે વાનર જેવા ચાળા.
શાસ્ત્રો તો ખૂંચવ્યાં અને શાસ્ત્રો પણ ખૂંચવ્યાં,
સભ્યતાના ડોળમાં ફેરવે જંગાલિયતની માળા.
ક્યાં લગી રાખીશું નીચી મૂંડી ને નીચા કાન ?
રાખી આશા અમર કે જ્યોતિ બંને જ્વાળા.
જડી જાય તો સારું
આ મંદિર અને મસ્જિદ પડી જાય તો સારું,
રસ્તો કોઈ મુક્તિનો જડી જાય તો સારું.
મહંત તાણેસીમ ભણી ને મુલ્લો તાણે ગામ ભણી
વણઝાર આ જલ્લાદોની ખડી જાય તો સારું.
ફરજ પાડી અમને ખૂબ માર્યા ને મિટાવ્યા,
રાવણ અમારો ક્યાંક લડી જાય તો સારું.
અજવાળીશું મારગ અમારો ક્રાંતિની જ્યોતથી,
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.