લોકપ્રિય પોસ્ટ્સ

ગુરુવાર, 7 જુલાઈ, 2011

ઉષા મકવાણા



હરિજન તો બની જો!

રાણીજાયો થઇ ઘણીવાર અવતર્યું,
નારીપેટે હવે જનમ તો ધરી જો..

ચક્ર,ધનુષ ને બાણ છે બહુ વાપર્યા,
ઝાડું લઈને હાથમાં રોડ પર ફરી જો.

હરિ કહેવડાવવું સાવ સહેલું છે હરિ,
ફક્ત એક જ વાર હરિજન તો બની જો.

ગાલ ધર્યો

એ લોકોએ
એમને એક ગાલે
તમાચો માર્યો
તો
એમણે બીજો ગાલ ધર્યો.

એ લોકોએ
બીજા ગાલનેય ન છોડ્યો...

ને
છેવટે
એ લોકોએ
એમને જીવતા જલાવી દીધા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.