તું સુખ દે એને અપરંપાર નાં દઈશ,
ને દુઃખ દે એને ભારોભાર ના દઈશ.
નહીં તો તારા પરની શ્રદ્ધા તૂટી જશે,
જલીમોના હાથમાં તલવાર નાં દઈશ.
ગરીબોને ગગન જેટલું ભલે દુઃખ દે,
બેશરમીથી મારે એવો વહેવાર ના દઈશ
થોડું અંતર રાખજે સુખદુઃખ વચ્ચે,
સુખ દે તો દુઃખ હારોહાર ના દઈશ.
મોતથી બૂરી મજબૂરી ના દેજે કોઈને,
દે તો પછી જીવનનો અધિકાર ના દઈશ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.