અપીલ દલિત જનેતાની (ખંડ)
હા, હું તમારી દલિત જનેતા છું,
કદીયે હીણપત ના અનુભવશો ! ઓ મારા વ્હાલા દલિત શિશુઓ!
મને તો ગૌરવ છે એ વાતનું, કે હું એક દલિત જનેતા છું.
હા, હું એક દલિત જનેતા છું, તમારી દલિત માતા છું..
ઓ મારી કૂખે અવતરેલાઓ !
દલિત જનનીને ના ભૂલશો કદી.
પેટે પાટા બાંધી, ગાળો ખમી ખમી
અમે ઉછેર્યા તમને,અપાર દુખડાં સહી સહી
હવે તમારા દિ આવ્યા છે મારા દીકરાઓ!
કૂખ ન લાજે અમારી,એટલુંક બસ જોજો જરી..
હવે તમે એકલા અટૂલા રહ્યા નથી
અમેય કેડે સાડલો ખોસી, પડખે છીએ તમારી.
કલમની તાકાતથી પડળ આપણા ઉઘાડી નાખ્યાં આંબેડકરે..
...નથી દલિત અબળા અમે સબળા છીએ.
નથી માટીનું ઢેફું, પાયાના પથરા છીએ.
નથી હવે અમે ઓશિયાળા, ભણેલ સંતાને ઉજિયારા.
હા,અમે છીએ તમારી દાવાનળ શી દલિત જનેતાઓ..
નથી હવે અમે દુભાયેલી , દઝાયેલી
લાચાર, બિચ્ચારી દલિત જનેતાઓ....
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.